ત્રીજા સ્ટેજમાં પહોંચી રહ્યું છે કોરોના, વાર્તા વડે જાણો કેવી રીતે ફેલાય છે વાયરસ
Live TV
-
રાજસ્થાનના ભીલવાડામાં અને કેરલના અમુક ક્ષેત્રોમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યો છે...કેવી રીતે થઈ આ હાલત...આ સરળ કથા દ્વારા સમજીએ અને જાણીએ કે આ સ્ટેજ શું હોય છે અને તે કેવી રીતે વધે છે...
રાજસ્થાનના ભીલવાડામાં અને કેરલના અમુક ક્ષેત્રોમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યો છે...કેવી રીતે થઈ આ હાલત...આ સરળ કથા દ્વારા સમજીએ અને જાણીએ કે આ સ્ટેજ શું હોય છે અને તે કેવી રીતે વધે છે...
આ સ્ટેજ શું હોય છે?
પહેલુ સ્ટેજ
વિદેશથી અજય આવ્યો...એરપોર્ટ પર તેને તાવ નહીં હતો..એટલે તેને ઘરે જવા દીધો, પરંતુ તેમની પાસે એરપોર્ટ પર એક શપથ પત્ર ભરાવ્યું કે તે 14 દિવસ સુધી પોતાના ઘરમાં જ કેદ રહેશે..અને તાવ આવવા પર આ નંબર પર સંપર્ક કરશે...
ઘરે જઈને અજયે શપથપત્રની શરતોનું પાલન કર્યું...તે ઘરમાં જ રહ્યો...અહીંયા સુધી કે તેમણે ઘરના સભ્યોથી પણ અંતર રાખ્યું...અજયના માતાએ કહ્યું કે, અરે તને કંઈ નથી થયું..અલગ-થલગ ના રહે તું...આટલા દિવસ પછી ઘરનું ખાવાનું મળશે તને...રસોડામાં આવી જા, હું તને ગરમ ગરમ રસોઈ પીરસી દઉં...
અજયે ના પાડી દીધી...આગળની સવારે અજયના માતાએ ફરી એ જ વાત કરી..આ વખતે પણ અજય પોતાની વાત પર અડગ રહ્યો..માતાની આંખમાં આંસુ આવી ગયા..અજયના માતાને ખોટું લાગી ગયું હતું....અજય સૌથી અલગ થલગ જ રહેતો હતો...
6ઠ્ઠા-7માં દિવસે અજયને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળ્યા...અજયે હેલ્પલાઈન પર ફોન કર્યો..કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો..
અજયના ઘરવાળાઓનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો...અને તેઓ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો...
પાડોશના 1 કિલોમીટરની પરિમિતિમાં સૌની પૂછપરછ કરવામાં આવી...આ લોકોનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો..સૌ એ કહ્યું કે અજયને કોઈએ પણ ઘરની બહાર નીકળતા નથી જોયો...કારણ કે અજયે પોતાની જાતને સારી રીતે આઇસોલેટ કરી હતી, તેથી અન્ય કોઈમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાયું..અજય યુવાન હતો...કોરોનાના લક્ષણ ખૂબ સામાન્ય હતા...માત્ર તાવ, શરદી, ખાંસી, શરીરમાં દુ:ખાવો હતો...7 દિવસની ટ્રીટમેન્ટ પછી અજય એકદમ સાજો થઈને હોસ્પિટલથી રજા લઈને ઘરે આવ્યો..
જે માતા ગઈકાલ સુધી ખોટુ લગાવીને બેઠા હતા, તેઓ આજે આભાર માની રહ્યા હતા કે, ઘરમાં કોઈને કોરોના ન થયોઆ પહેલું સ્ટેજ છે, જ્યાં માત્ર વિદેશથી આવેલા વ્યક્તિમાં કોરોના હતો..અને તેમના કારણે બીજા કોઈમાં સંક્રમણ ન ફેલાયું...
----------------------------------------------------------------------------------------------------
સ્ટેજ - 2
રાજુમાં કોરોના પોઝિટિવ નીકળ્યોરાજુને તેની છેલ્લા દિવસોની સારી જાણકારી પૂછવામાં આવી..આ જાણકારીથી ખબર પડી કે તે વિદેશ ન્હોતો ગયો..પરંતુ તે એક એવી વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો, કે જે હાલમાં જ વિદેશ થઈને આવ્યો હતો...રાજુ બે દિવસ પહેલા ઘરેણા ખરીદવા માટે એક જ્વેલર્સ પર ગયો હતો...ત્યાંના માલિક હાલમાં જ વિદેશ પ્રવાસ કરીને પરત આવ્યા હતા..
જ્વેલર્સના માલિક વિદેશ ફરીને આવ્યા હતા..તેમને એરપોર્ટ પર તાવ નહીં હતો..એટલા જ માતે તેમને ઘરે જવા દીધા..પરંતુ તેમની પાસે શપથપત્ર ભરાવવામાં આવ્યું..કે તેઓ આગામી 14 દિવસ સુધી એકદમ એકલા રહેશે અને ઘરની બહાર નહીં નીકળે..પરિવારના સભ્યોથી પણ દૂર રહેશે..
વિદેશથી આવેલા આ અભણ માલિકે એરપોર્ટ પર ભરવામાં આવેલા શપથપત્રની મજાક ઉડાવીઘરમાં તે બધાને મળ્યો...સાંજે પોતાની મનપસંદ શાક પણ આરોગ્યું..અને આગલા દિવસે પોતાની જ્વેલરીની દુકાન પર જઈને બેસી ગયો...(પાગલ છે શું ?, સીઝનનો સમય છે, લાખોનું વેચાણ છે, જ્વેલર સાહેબ પોતાની દુકાન બંધ થોડી રાખશે...)
છઠ્ઠા દિવસે શેઠજીને તાવ આવ્યો...અને તેના ઘરવાળાઓને પણ તાવ આવ્યો...ઘરમાં જ્વેલર્સના માલિકની માતા વૃદ્ધ હતી...તમામની તપાસ થઈ..તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો...એટલે કે વિદેશથી આવ્યો વ્યક્તિ પોતે પણ પોઝિટિવ નીકળ્યો..અને તેમણે પરિવારના સભ્યોને પણ પોઝિટિવ કરી દીધા...આ સિવાય તેની દુકાનમાં તે 450 લોકોના સંપર્કમાં આવ્યો હતો..નોકર, ચાકર, ગ્રાહક વગેરે વગેરે...જેમાંથી એક ગ્રાહક રાજુ પણ હતો...
સંપર્કમાં આવેલા તમામ 450 લોકોનું ચેકઅપ થઈ રહ્યું છે...જો તેમાંથી કોઈનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો આ બીજું સ્ટેજ છે...ડર એ છે કે આ 450માંથી દરેક વ્યક્તિ ખબર નહીં, ક્યાં ક્યાં ગયો હશે..
કુલ મળીને બીજું સ્ટેજ એટલે કે જે વ્યક્તિમાં કોરોના પોઝિટિવ આવ્યો છે, તે વિદેશ નથી ગયો..પરંતુ તે એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે, જે હાલમાં જ વિદેશ જઈને આવ્યો હતો..
----------------------------------------------------------------------------------------------------
સ્ટેજ 3 કેવી રીતે આવે ?દુકાનદાર પોઝિટિવ હોવાના સમાચાર ફેલાતા જ તમામ ગ્રાહકો, નોકર-પાડોશી, દુકાનના પાડોશી, દૂધવાળા, વાસણવાળા, ચાવાળા વગેરે 450 લોકો હોસ્પિટલ તરફ દોડ્યા, કુલ 440 હતા, 10 લોકો હજુ મળ્યા નથી. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમને શોધી રહી છે, આ 10માંથી કોઈ મંદિર કે ભીડવાળી જગ્યાએ પહોંચી ગયો હોય તો વાયરસ ખૂબ ફેલાશે, આ સ્ટેજ 3 છે, જ્યાં તમને સોર્સનો ખ્યાલ નથી.
સ્ટેજ 3નો ઉપાય
14 દિવસના લોકોડાઉન કર્ફયુ લગાવી દો. કોઈને બહાર જવા ન દો, આ તાળાબંધીથી શું થશે? દરેક વ્યક્તિ ઘરમાં બંધ છે. જે વ્યક્તિ કોઈ ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવે ત્યાં સુધી સુરક્ષિત છે.જે અજ્ઞાત સોર્સ છે તે પણ પોતાના ઘરમાં બંધ છે. તે જ્યારે બીમાર પડશે હોસ્પિટલ પહોંચશે ત્યારે ખબર પડશે કે અજ્ઞાક સોર્સ આ જ હતો. બની શકે આ અજ્ઞાત સોર્સ પોતાના ઘરના 4 વોરોને ચેપી કરી નાંખ્યા હશે પરંતુ બાકીનું શહેર બચી ગયું. જો લોકડાઉન ન હોત તો તે સોર્સ ક્યારેય પકડમાં ના આવતા અને હજારો લોકોમાં કોરોના ફેલાવી દેત....
