દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી સુકની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજાઇ
Live TV
-
પ્રધાનમંત્રી અને સૂક એ ભારત અને કોરિયા વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો પર ચર્ચાં કરી અને સુક એ પ્રધાનમંત્રીને સિઓલ શાંતિ પુરસ્કરાથી સન્માનિત થવા બદલ શુભકામના પાઠવી હતી
ભારત યાત્રા પર આવેલ દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જૂંગ- સુકએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂક પ્રધાનમંત્રી મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અને સૂક એ ભારત અને કોરિયા વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો પર ચર્ચાં કરી હતી. સુક એ પ્રધાનમંત્રીને સિઓલ શાંતિ પુરસ્કરાથી સન્માનિત થવા બદલ શુભકામના પાઠવી હતી. યાત્રા દરમિયાન સૂક એ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ વાતચીત કરી હતી. આ સાથે સોમવારે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રમત ક્ષેત્રે સહયોગ અંગેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે ખેલકૂદ મંત્રી રાજ્યવર્ધન રાઠોરે જણાવ્યું હતું , કે આવી પહેલ ખેલ સહિત અન્ય ક્ષેત્રમાં પણ થવી જોઇએ. સૂક આજે આયોધ્યામાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આયોજીત દીપોત્સવમાં તેમજ મહારાની સૂરી રત્નના નવા સ્મારકની આધાર શિલા સ્થાપના સમારંભમાં ભાગ લેશે. અયોધ્યા અને દક્ષિણ કોરિયા વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. અયોધ્યાના રાજકુમારી સૂરી રત્ન દક્ષિણ કોરિયા ગયા હતા અને તેમણે ત્યાંના રાજા સુરો સાથે લગ્ન કર્યા હતા.
