દિવાળીના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં કરાયું દિપોત્સવનું આયોજન
Live TV
-
અયોધ્યાની સરયુ નદી કિનારે આતીશબાજી અને દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ત્રણ લાખ દિવડાઓ પ્રગટાવાયા છે
દિવાળીના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં આજે દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત છે. તો ભવ્ય આયોજનના સાક્ષી દક્ષિણ કોરિયાના પ્રથમ મહિલા કિમ જંગ સૂક પણ બન્યાં છે. અયોધ્યાની સરયુ નદી કિનારે આતીશબાજી અને દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ત્રણ લાખ દિવડાઓ પ્રગટાવાયા છે. આ દિપોત્સવ કાર્યક્રમ એક રેકોર્ડ બનાવશે. આ પ્રસંગે યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી હતી. ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે. તો આ સાથે યોગી આદિત્યનાથે નવી મેડિકલ કોલેજ અને એરપોર્ટના નિર્માણની પણ ઘોષણા કરી હતી. અયોધ્યાવાસીઓને સંબોધન કરતાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, અયોધ્યા સાથે કોઈ અન્યાય ન કરી શકે.
