દક્ષિણ તમિલનાડુ અને કેરળમાં સોમવાર સુધી ભારે વરસાદની IMDએ કરી આગાહી
Live TV
-
IMDએ આગામી ચાર દિવસ સવારના કલાકો દરમિયાન પંજાબ અને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવાર સુધી દક્ષિણ તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આજે જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે.
IMD એ આગામી ચાર દિવસના સવારના કલાકો દરમિયાન પંજાબ અને હરિયાણાના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આસામ, મેઘાલય અને ત્રિપુરામાં પણ સોમવાર સુધી ગાઢ ધુમ્મસની સંભાવના છે.
IMD એ સોમવારથી મધ્યપ્રદેશના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 °C ના ધીમે ધીમે ઘટાડો અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં રાત્રિના તાપમાનમાં 2 °C નો વધારો થવાની આગાહી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી દેશના બાકીના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી.