PM મોદી સુરતમાં નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ ઉદ્ધગાટન કર્યુ
Live TV
-
નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યુ. થોડા સમય બાદ પ્રધાનમંત્રી વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ, નવા બનેલા ડાયમંડ બર્સને પણ સમર્પિત કરશે. નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી ગઈ છે. નવી ઇમારત ડબલ-ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ અને સૌર ઉર્જા પ્લાન્ટ જેવી વિવિધ ટકાઉપણું સુવિધાઓથી પણ સજ્જ છે.
સુરતનું ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે.
આકાશવાણીના સંવાદદાતા અહેવાલ આપે છે કે ડાયમંડ સિટી સુરત હીરાના વેપાર માટે અગ્રણી વૈશ્વિક હબ બનવા માટે તૈયાર છે. 35 એકરમાં ફેલાયેલ, ડાયમંડ બોર્સ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી 'સુરત ડ્રીમ સિટી' પ્રોજેક્ટનો એક ભાગ છે. આ બોર્સ 3400 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે જેમાં 1.5 લાખ નોકરીઓનું સર્જન કરવાની ક્ષમતા છે. આ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ હબ હશે જ્યાં 4 હજાર 500 થી વધુ ઓફિસો એકબીજા સાથે જોડાયેલા હશે. આ બોર્સમાં આયાત અને નિકાસ માટે અત્યાધુનિક 'કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ' હશે; રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મૉલ અને ઇન્ટરનેશનલ બૅન્કિંગ અને સેફ વૉલ્ટ્સ માટેની સુવિધા.
સુરત એરપોર્ટની વિશેષત: સુરત હવાઈમથક હાલમાં દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ, બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવા ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. સપ્તાહ દીઠ ૨૫૨ થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે, ત્યારે સુરતને ગત તા.૧૫મીએ જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો છે, જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે. એર કનેક્ટિવિટી વધવાની સાથે નવા બિલ્ડીંગથી મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.
સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટના જૂનાપૂરાણા ઘરોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃત્તિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયુ છે.
એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સિ ટ્રેકનું બાંધકામ કરવામાં છે. ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. એરપોર્ટમાં મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.
સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ હાલમાં ૮૪૭૪ ચોરસ મીટર છે. ટર્મિનલની જમણી અને ડાબી બાજુનું વિસ્તરણ કરાયું છે, જે કુલ ૧૭,૦૪૬ ચોરસ મીટર છે. જેથી 17મીએ પ્રધાનમંત્રીના હસ્તે વિસ્તૃત ભાગ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર ૨૫,૫૨૦ ચો.મી. થઈ જશે.નોંધનીય છે કે, સુરત ભારતના સૌથી ગતિશીલ શહેરો પૈકીનું એક છે, ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગવી નામના ધરાવે છે, ત્યારે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળવાથી આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં મદદ મળશે. સાથે જ વિદેશી રોકાણ આકર્ષિત કરવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવામાં મદદ મળશે. દેશવિદેશના વ્યાપારીઓને નવા એરપોર્ટથી સુવિધાજનક મુસાફરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એર કનેક્ટિવિટી મળશે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ- ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. સુરત એરપોર્ટથી દુબઈ અને હોંગકોંગ માટે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ શકશે.