દશેરાના દિવસે ભારતને મળશે પ્રથમ લડાકૂ વિમાન રાફેલ
Live TV
-
રક્ષામંત્રી આજે ત્રણ દિવસની ફ્રાંસ યાત્રા પર જવા રવાના
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજથી ત્રણ દિવસ ફ્રાંસની યાત્રાએ જવા રવાના થયા છે..મળતી માહિતી પ્રમાણે પેરિસમાં 8 ઓક્ટોબરના રોજ ભારતને પ્રથમ રાફેલ વિમાન મળશે..આ દિવસે રક્ષામંત્રી ફ્રાંસના એરફોર્સના બેઝ પરથી રાફેલ વિમાનમાં ઉડાન ભરે તેવી પણ શક્યતા છે..8 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાનો સ્થાપના દિવસ છે..ત્યારે આ દિવસે ભારતને પ્રથમ લડાકૂ વિમાન રાફેલ મળવા જઈ રહ્યુ છે..આ દરમિયાન રક્ષામંત્રી શસ્ત્રોનું પણ પૂજન કરશે..
મહત્વનુ છે કે વર્ષ 2016માં ફ્રાંસ સાથે 58 હજાર કરોડ રૂપિયામાં 36 લડાકૂ વિમાન ખરીદવાની ડીલ કરવામાં આવી હતી..આ વિમાન મોટી માત્રામાં હથિયાર અને મિસાઈલ લઈ જવામાં સક્ષમ છે..રક્ષામંત્રી ફ્રાંસના ટોચના રક્ષા અધિકારીઓને પણ મળવાના છે..ભારત અને ફ્રાંસ વચ્ચે રક્ષા સહયોગ વધારવા પર ચર્ચા કરશે..