1 એપ્રિલ 2020થી આવશે ‘ભારત સ્ટેજ-6'
Live TV
-
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આપી માહિતી
વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, 1 એપ્રિલ 2020થી "બીએસ-6" એટલે કે, ભારત સ્ટેજ-6 આવશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, 2006થી દિલ્હીમાં પ્રદૂષણ વધવા લાગ્યું છે અને 2014 સુધી તેની કોઈ ખાસ ચર્ચા થઈ નહોતી. પરંતુ હાલની કેન્દ્ર સરકારે દિલ્હીના પ્રદૂષણને લઈને યોગ્ય પગલાં લીધા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવા મોટર વ્હીકલ એક્ટ ના અમલીકરણ બાદ પીયુસીની માંગ વધી છે અને વાહનોના મેન્ટેનન્સમાં પણ સુધારો જોવા મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બે હજાર 372 ઉદ્યોગો પીએનજી ઉપર શીફ્ટ થયા છે. જેનાથી પણ પ્રદૂષણ ઘટ્યું છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે હાઇ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડની 46 ટીમ એનસીઆરમાં ફરી રહી છે જે પ્રદૂષણને વધારનારી પ્રવૃત્તિઓ પર રોક લગાવે છે.