દિલ્લીના ઉત્તર-પૂર્વ ભાગમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે : દિલ્હી પોલીસ
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પૂર્વ દિલ્હીનાં હિંસા પ્રભાવીત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું
દિલ્હી પોલીસે કહ્યું છે કે શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં થયેલી હિંસામાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હિંસામાં મોતનો આંકડો 13 પર પહોંચી ગયો છે. સુરક્ષા કર્મીઓએ આજે બાબરપુર, જોહરીપુર અને મૌજપુરમાં ફ્લેગ માર્ચ નિકાળી હતી. પોલીસ કમિશ્નર (કાયદો અને વ્યવસ્થા) એસ એન શ્રીવાસ્તવ અને વિશેષ પોલીસ કમિશનર (ગુના) સતીશ ગોલ્ચાએ આજે જાફરાબાદ વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પૂર્વ દિલ્હીનાં હિંસા પ્રભાવીત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અજીત ડોભાલે મોડી રાતે સીલમપુરની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. ડોભાલે ડીસીપી કચેરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં દિલ્હી ઉત્તર-પૂર્વના ડીસીપી., સ્પેશિયલ પોલીસ કમિશનર લો એન્ડ ઓર્ડર એસ.એન.શ્રીવાસ્તવ, તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને પણ દિલ્હીમાં થયેલી હીંસાને પગલે સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે ગુરૂ તેગબહાદુર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાનું કહ્યું છે. સાથે જ શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે
