Skip to main content
Settings Settings for Dark

બાલાકોટ હવાઈ હુમલાની સફળતાએ આતંકવાદ સામે ભારતની પ્રબળ ઇચ્છાશક્તિ દર્શાવી : રક્ષામંત્રી રાજનાથ સિંહ

Live TV

X
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે આતંકવાદને નાથવા અગાઉની સરકારોથી અલગ અભિગમ અપનાવ્યો

    બાલાકોટ હવાઈ હુમલાની આજે પ્રથમ વર્ષગાંઠ પર, રક્ષામંત્રી રાજનાથ સિંહ હવાઈ હુમલા દરમિયાન પ્રદર્શિત કરવામાં આવેલી બેજોડ બહાદુરી અને હિંમત બદલ ભારતીય વાયુસેનાને સલામી આપી હતી. એક ટ્વિટમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, તે ભારતીય વાયુ સેનાના નીડર હવાઇ લડવૈયાઓ દ્વારા શરૂ કરાયેલ સફળ કાઉન્ટર ટેરર ​​ઓપરેશન હતું. તેમણે કહ્યું કે, બાલાકોટ હવાઈ હુમલાની સફળતાથી ભારતે આતંકવાદ વિરુદ્ધ પોતાની દ્રઢ  ઈચ્છાશક્તિ સ્પષ્ટ રીતે દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે અગાઉની સરકારોથી અલગ અભિગમ અપનાવ્યો હતો અને હવે ભારત આતંકવાદ સામે કાર્યવાહી કરવા માટે સરહદ પાર કરવામાં અચકાતું નથી. તેમણે આતંકવાદ સામે ભારતના અભિગમ અને આતંક સામે લડવાની રીતો બદલવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 2016ના સર્જિકલ સ્ટ્રાઇક્સ અને 2019ના બાલાકોટ એર સ્ટ્રાઇક્સ આ પરિવર્તનની સાક્ષી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply