Skip to main content
Settings Settings for Dark

દિલ્લીમાં સતત ત્રીજી વાર આમ આદમી પાર્ટીની જીત

Live TV

X
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં સતત ત્રીજી વખત આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં આ સતત બીજી પ્રચંડ બહુમત સાથે હાંસલ કરેલી જીત છે. 70 વિધાનસભા બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતીને જીતનો પરચમ લહેરાવ્યો છે.

    દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં સતત ત્રીજી વખત આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં આ સતત બીજી પ્રચંડ બહુમત સાથે હાંસલ કરેલી જીત છે. 70 વિધાનસભા બેઠકો ધરાવતી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતીને જીતનો પરચમ લહેરાવ્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે માત્ર 8 બેઠકો આવી છે. તો કોંગ્રેસ પાર્ટીનું ફરી એક વખત ખાતું નથી ખુલી શક્યું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જીત માટે દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.તેમણે કહ્યું કે, દિલ્હીવાસીઓએ નવા પ્રકારની રાજનીતિને જન્મ આપ્યો છે.અને સંદેશ આપ્યો છે કે, તેઓ તેમને જ મત આપશે જેઓ શાળા, હોસ્પિટલ બનાવશે અને રાજ્યના વિકાસમાં કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દિલ્હીમાં જીત માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલેને ટ્વિટ સંદેશ દ્વારા શુભકામના પાઠવી છે. તેમણે દિલ્હીવાસીઓની આશા-અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે કેજરીવાલને શુભેચ્છા પાઠવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply