દિલ્હીના ભારત મંડપમમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટનું આયોજન
Live TV
-
દિલ્હીમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરે G-20 સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી G-20 સંમેલન માટે સંપૂર્ણપણે તૈયાર છે. સમગ્ર દિલ્હી અનોખા રંગમાં રંગાઈ ગયું છે. આ સમિટનું આયોજન ભારત મંડપમ્ ખાતે થશે. આ સ્થળને વિશેષ શણગારવામાં આવ્યું છે. એટલું જ નહીં દિલ્હીમાં ઠેર-ઠેર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ચરખાના કટઆઉટ્સ લગાવવામાં આવ્યા છે. આ સંમેલન માટે વિદેશી રાષ્ટ્રાધ્યક્ષો અને મહેમાનોનું આગમન યથાવત્ છે. ભારતની અધ્યક્ષતામાં આ વખતે G-20ના એજન્ડામાં માનવતાવાદી દ્રષ્ટિકોણ સામેલ છે. આ સંમેલન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક લેખ અખબારોમાં પ્રકાશિત થયો છે, જેમાં તેમણે સમગ્ર વિકાસની જરૂરિયાતો અને વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે એક થવાની વાત કહી છે. ભારતના આ આયોજનમાં સંસ્કૃતિ, પરંપરા અને માનવતાવાદી દ્રષ્ટિકોણની ઝલક સ્પષ્ટ દેખાય છે. આયોજન સ્થળ ભારત મંડપમ્ પણ તેની ઘોષણા કરી રહ્યું છે... પ્રધાનમંત્રીના શબ્દોમાં, મધર ઑફ ડેમોક્રેસી અને મોડલ ઑફ ડાયવર્સિટી તરીકે સમગ્ર વિશ્વને ભારતના દર્શન થઈ રહ્યા છે. એટલું જ નહીં વસુધૈવ કુટુમ્બકમ્ના 2 શબ્દો અલગ જ દર્શન કરાવે છે. આ સમગ્ર આયોજનમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને માનવતાવાદી દ્રષ્ટિકોણની ઝલક જોવા મળી રહી છે.
