સનાતન ધર્મના અપમાન બાબતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કેમ ચૂપ છે?: ભાજપ
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે વિપક્ષે સનાતન ધર્મ અંગે કરેલી ટિપ્પણી અંગે વાત કરી હતી. સાથે જ તેમણે સનાતન ધર્મ અંગે કૉંગ્રેસ પાર્ટીને સવાલ પૂછ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના કાર્યકર્તાઓ ગામેગામ જઈને આ મુદ્દાને ઉઠાવશે. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મના અપમાન બાબતે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કેમ ચૂપ છે. દરમિયાન સનાતમ ધર્મના મામલે નિવેદન આપનારા ઉદયનિધિ સ્ટાલિન તેમના નિવેદનને વળગી રહ્યાં છે તેમણે કહ્યું હતું કે તેમની સામે થયેલા કેસનો સામનો તેઓ કાયદાકીય રીતે કરશે.
