દિલ્હીની હિંસાની તપાસ કરશે 2 SIT: કેન્દ્રીય ગૃહમંત્રીએ વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી
Live TV
-
છેલ્લા 36 કલાકમાં હિંસાના કોઈ સમાચાર નહીં
ગૃહમંત્રી અમિત શાહે હિંસા પ્રભાવિત ઉતર પૂર્વ દિલ્લીની કાયદો વ્યવસ્થાની વર્તમાન સ્થિતિને જાણવા માટે એક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા, દિલ્લી પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યાં હતા. અમિત શાહે નાગરિકોને અપીલ કરી છે કે તે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને ઉપદ્રવીઓની વાતમાં ન આવે તેમજ સાંપ્રદાયિક તણાવ વધારતા તત્વોથી દૂર રહે. ગૃહમંત્રાલય તરફથી મળતી માહિતી મુજબ છેલ્લા 36 કલાકમાં કોઇ અનિચ્છનિય ઘટના નથી બની. દિલ્લીની સ્થિતિ સામાન્ય થઇ રહી હોવાથી હિંસા પ્રભાવિત વિસ્તારમાં લગાવેલી 144ની કલમમાં આજે દસ કલાક માટે છૂટ અપાશે. દિલ્હી હિંસામાં અત્યાર સુધી 35 લોકોના મોત થયા છે જ્યારે 200થી વધુ ઘાયલ છે.
