ભારત અને મ્યાનમાર વચ્ચે વિવિધ ક્ષેત્રમાં 10 સમજૂતી કરાર પર થયા હસ્તાક્ષર
Live TV
-
મ્યાનમારના રાષ્ટ્રપતિ યુવિન્ત મિન્ટ અને PM મોદી વચ્ચે થઇ દ્વિપક્ષીય ચર્ચા
મ્યાનમારના પ્રમુખ યુવિન્ત મિન્ટ, ચાર દિવસના ભારત પ્રવાસે છે. ભારત અને મ્યાનમાર વચ્ચે 10 એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. જેમાં હ્યુમન ટ્રાફિકિંગ, આરોગ્ય ક્ષેત્ર, વન્ય જીવન, સૌર ઊર્જા, રસ્તાઓનું નિર્માણ, શિક્ષણ અને પેટ્રોલિયમ સેક્ટર જેવા ક્ષેત્રે 10 સમજૂતિઓ થઈ છે. આ અગાઉ યુવિન્ત મિન્ટનું રાષ્ટ્રપતિભવનમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યાનમારના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યાનમારના પ્રમુખે પૂ. બાપૂના સમાધિસ્થળ રાજઘાટ પહોંચીને તેમને પુષ્પાંજલી અપર્ણ કરી હતી. ત્યારબાદ મ્યાનમારના પ્રમુખ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરવા હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં બંને નેતાઓએ દ્વિપક્ષીય મંત્રણાકરી હતી.
