દિલ્હીમાં આજે ગાજવીજ સાથે વરસાદની શક્યતા, તો ગુજરાતમાં કાળઝાળ ગરમીથી મળશે રાહત
Live TV
-
ભારતીય હવામાન વિભાગે આજે (શનિવાર) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી જારી કરી છે. વિભાગે કહ્યું છે કે શુક્રવાર વર્ષનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ હતો. મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધારે હતું.
ભારતના હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 27 માર્ચે દિલ્હીમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું બીજું સૌથી વધુ તાપમાન છે. વિભાગના જણાવ્યા અનુસાર, જોકે શુક્રવારની સવાર સૂર્યપ્રકાશ સાથે શરૂ થઈ હતી, પરંતુ સાંજે વાદળછાયું બન્યું હતું અને મહાનગરના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો હતો. શનિવારે દિલ્હીમાં વરસાદ અને ગાજવીજની આગાહી છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36 અને 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
તો, ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ગરમીમાં રાહત આપતી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 1-થી 2 ડિગ્રીનો ઘટાડો થશે. તો આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં રાત્રિ દરમિયાન બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાત્રિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતની પૂર્વ પટ્ટીના વિસ્તારોમાં માવઠા પણ થઈ શકે છે.
