લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ
Live TV
-
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 સીટ પર મતદાન થશે.
પ્રથમ તબક્કામાં સૌથી વધારે તમિલનાડુમાં 39 બેઠકો પર મતદાન થશે. જ્યારે રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્યપ્રદેશની 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રની 5-5 બેઠકો, બિહારની 4, પશ્ચિમ બંગાળની 3 તથા અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલયની બે-બે, મિઝોરમ, નાગાલેન્ડ, અંદામાન નિકોબાર, લક્ષ્યદ્રિપ, પુડ્ડુચેરી, જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, ત્રિપુરા, સિક્કમની એક એક સીટ પર મતદાન થશે. તો બિહારના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની તપાસ થશે. તથા બે એપ્રિલ સુધી નામ પરત લઇ શકાશે. સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં ઉમેદવારી ફોર્મ પરત લેવાનો આજે અંતિમ દિવસ છે. બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે 19 એપ્રિલે મતદાન થશે.
નોંધનીય છે કે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, મુક્ત અને સુરક્ષિત લોકસભા ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે. 28મી માર્ચે ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે.
