Skip to main content
Settings Settings for Dark

આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં યોજાશે ભારત રત્ન સન્માન સમારોહ

Live TV

X
  • આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની 4 મહાન હસ્તીઓને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા. જ્યારે પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન જ્યારે કર્પૂરી ઠાકુર, એમ.એસ સ્વામીનાથન, ચૌધરી ચરણસિંહ અને પીવી નરસિમ્હારાવને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

    અડવાણી સિવાય તમામ ચાર વ્યક્તિઓને મરણોત્તર ભારત રત્ન આપવામાં આવી રહ્યો છે. તેમના પરિવારના સભ્યો રાષ્ટ્રપતિ મુર્મુ પાસેથી સન્માન મેળવશે. ભારત રત્ન મેળવવા માટે અડવાણી રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહી શકે છે. ઉલ્લેખનીય છે કે 3 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી.

    ત્યારે વાત કરીએ લાલકૃષ્ણ અડવાણીની તો તેમણે 1980માં જ્યારે વીએચપીએ અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાન પર મંદિર નિર્માણ માટે આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે રામવ્રત આંદોલન, જનાદેશ યાત્રા, ભારત સુરક્ષા યાત્રા, સ્વર્ણ જયંતિ રથયાત્રા અને ભારત ઉદયયાત્રા જેવી યાત્રાઓ કરીને રાજનીતિમાં વ્યાપક જન આંદોલનની પરંપરા શરૂ કરી હતી. 

    કેન્દ્રએ આ વર્ષે 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. 2014માં સત્તા સંભાળ્યા બાદ મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને આ સન્માન મળ્યું છે. 2024ની 5 સેલિબ્રિટી સહિત અત્યાર સુધી આ સન્માન મેળવનાર લોકોની સંખ્યા 53 પર પહોંચી જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply