પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નમો એપ દ્વારા તમિલનાડુના ભાજપના કાર્યકરો સાથે વાત કરશે
Live TV
-
ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે સાંજે 5 વાગ્યે નમો એપ દ્વારા, તમિલનાડુના ભાજપના કાર્યકરો સાથે વાતચીત કરશે. તેમણે પાર્ટીના સુશાસન એજન્ડાને અસરકારક રીતે પ્રસારિત કરવા માટે, રાજ્યમાં પક્ષના કાર્યકરોની મહેનતની પ્રશંસા કરી છે.
પ્રધાનમંત્રી મોદીએ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જણાવ્યું હતું કે, તે પ્રશંસનીય છે કે જે રીતે તમિલનાડુમાં અમારા કાર્યકર્તાઓ લોકો વચ્ચે કામ કરી રહ્યા છે અને અમારી પાર્ટીના સુશાસનના એજન્ડાને સમગ્ર રાજ્યમાં અસરકારક રીતે પ્રસારિત કરવામાં આવે તે સુનિશ્ચિત કરે છે. એ પણ એટલું જ સાચું છે કે, તમિલનાડુ ડીએમકેના કુશાસનથી કંટાળી ગયું છે અને, અમારી પાર્ટી તરફ મોટી આશા સાથે જોઈ રહ્યું છે.
