Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં એનર્જી પરની દ્રિતિય બેઠક યોજાઈ

Live TV

X
  • નવી દિલ્લીના વિજ્ઞાન ભવન ખાતે પ્રથમ વખત સોલર અલાયન્સ અને હિંદ મહાસાગર તટવર્તી ક્ષેત્રીય સહકાર એજન્સીની દ્રિતીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ભવિષ્યની ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા અક્ષય ઊર્જા પર ભાર મૂકાય તે જરૂરી છે.
    રીન્યુએબલ એનર્જીના વધતા ઉપયોગ અને ભારતના પ્રયાસની અસર દેશમાં દેખાઈ રહી છે. પેરિસ કરાર અંતર્ગત એકશન પ્લાન પર ભારત સરકારે કામ શરૂ કરી દીઘું છે અને ભારત વર્ષ 2030 સુધીમાં 40 ટકા વીજળીનું ઉત્પાદન નોન ફોસીલ ફ્યુઅલ આધારિત સંસાધનોથી પેદા કરતો થઈ જશે. જેમાં સૌર અને પવન ઉર્જા સાથે આપણે થ્રી બી એટલે કે બાયો માસ, બાયો ફ્યુઅલ અને બાયો અનર્જી પર ઝડપથી કામ કરી રહ્યાં છીએ. આ સાથે તેમણે એમ કહ્યું કે , પ્રકૃતિ આપણે સતત સંદેશ આપી રહી છે કે, પૃથ્વી પર ઉપલબ્ધ ઉર્જા ભલે તે સૌર, પવન કે પાણીથી મળતી હોય આ જ ઉર્જા આપણા સુરક્ષિત ભવિષ્યનું સમાધાન છે.
    પ્રધાનમંત્રીએ વિશ્વને આ પ્રસંગે એક સૂર્ય અને એક ગ્રીડનો મંત્ર પણ આપ્યો હતો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply