દિલ્હીમાં કૃષિ ઉન્નતી મેળાનું આયોજન, વડાપ્રધાન સંબોધન કરશે
Live TV
-
નવી દિલ્હીમાં પુસા સંસ્થાનમાં કૃષિ ઉન્નતી મેળાનું આયોજન હાથ ધરાયું છે.
કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત અને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે. જે અનુસંધાને નવી દિલ્હીમાં પુસા સંસ્થાનમાં કૃષિ ઉન્નતી મેળાનું આયોજન હાથ ધરાયું છે. શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં વાર્ષિક ઉન્નતી મેળામાં ખેડૂતોને સંબોધન કરશે. આ ત્રણ દિવસીય મેળાનો ઉદ્દેશ ખેડૂતોના નવીનતમ કૃષિ સંબંધિત તકનીકી વિકાસ અંગે જાગૃતતા ઉભી કરવાનો છે. પ્રધાનમંત્રી મોદી જૈવિક ખેતી પોર્ટલનું ઉદઘાટન કરશે અને કૃષિ કર્મણ પુરસ્કાર અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય કૃષિ વિજ્ઞાન પ્રોત્સાહન પુરસ્કાર પ્રદાન કરશે. આ કાર્યક્રમનો મુખ્ય વિષય ખેડૂતોની આવક વર્ષ 2022 સુધીમાં ડબલ કરવા આધારિત છે.