વડાપ્રધાન મોદીના હસ્તે ઇમ્ફાલમાં 105મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો પ્રારંભ
Live TV
-
મણીપુરની રાજધાની ઈમ્ફાલમાં આજથી 105મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂલ્લી મૂકી હતી.
મણીપુરની રાજધાની ઈમ્ફાલમાં આજથી 105મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂલ્લી મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે અવનવાં સંશોધનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. સરકારે વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તર - પૂર્વ માટે અનેક પ્રોજેક્ટ શરૂ કર્યા હોવાની માહિતી પણ પ્રધાનમંત્રીએ આપી હતી. પાંચ દિવસ ચાલનારી વિજ્ઞાન કોંગ્રેસમાં દેશ - વિદેશથી લગભગ પાંચ હજાર પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. મણીપુર યુનિવર્સિટીમાં આયોજિત આ કાર્યક્રમમાં નોબલ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર યુનુસ મોહમ્મદ પણ વકતવ્ય આપશે. કેન્દ્રિય વિજ્ઞાન અને તકનીકી મંત્રી ડૉ. હર્ષવર્ધન કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે, આપણુ હિન્દુઈઝમ વિજ્ઞાન આધારિત છે. આ સમયે તેમણે દિવંગત વિજ્ઞાની સ્ટીફન હોકિંગ્સને યાદ કર્યા હતા. ઉત્તર - પૂર્વના રાજ્યમાં બીજીવાર વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન થયું છે. આ વખતની વિજ્ઞાન કોંગ્રેસની થીમ વિજ્ઞાન અને તકનીકથી દૂર લોકો સુધી તેની પહોંચ સરળ બનાવવી. પ્રધાનમંત્રી મણીપુરના પ્રવાસ દરમિયાન રાજ્યની ઘણી વિકાસ યોજનાનું ઉદઘાટન કરશે. જેમાં મલ્ટી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, ઈકો ટૂરિઝમ પરિયોજના, સદભાવના મંડપ અને આંગણવાડી કેન્દ્રનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી 1 હજાર આંગણવાડી કેન્દ્રો, શિક્ષકો, ડોક્ટરો અને નર્સો માટે 19 આવસીય પરિસરોનું શિલાન્યાસ કરશે. બાદમાં પ્રધાનમંત્રી મણીપુરમાં એક રેલીને સંબોધિત કરશે.