દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, ચાર લોકોનાં મોત
Live TV
-
ઉત્તર પૂર્વ જિલ્લાના મુસ્તફાબાદ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે એક ચાર માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
માહિતી મળતા જ ફાયર વિભાગ, NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફાયર વિભાગના ડિરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું હતું કે શનિવારે સવારે 2:50 વાગ્યે એક ઘર ધરાશાયી થવાની માહિતી મળી હતી. માહિતી મળતા જ છ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. તે જ સમયે, કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFને બોલાવવામાં આવ્યું છે.
ઉત્તર પૂર્વ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ લાંબાએ જણાવ્યું હતું કે, કાટમાળમાંથી બચાવેલા 14 લોકોમાંથી 4 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. હજુ પણ 8-10 લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે. દરમિયાન, મુસ્તફાબાદ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે પ્રત્યક્ષદર્શી રાશિદે જણાવ્યું કે અહીં બે પુરુષો, બે મહિલાઓ, તેમના પરિવારો અને ભાડૂઆતો રહે છે. મોટી પુત્રવધૂને ત્રણ બાળકો છે, બીજી પુત્રવધૂને પણ ત્રણ બાળકો છે. તેઓ ક્યાંય દેખાતા નથી. રશીદે જણાવ્યું કે ચાર માળની ઇમારતમાં લગભગ 25 લોકો રહેતા હતા.