Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં પ્રદૂષણે રેકોર્ડ તોડ્યો, આજથી ઓડ ઇવન નિયમ લાગૂ

Live TV

X
  • દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ એક હજાર અને નોઇડા ગાઝિયાબાદમાં 1500 ને પાર

    દિલ્હી એનસીઆરમાં ગઇકાલે પ્રદૂષણે આગળના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા ત્રણ દિવસની તુલનામાં ગઇકાલે પ્રદૂષણનું સ્તર સૌથી વધુ ખરાબ રહ્યું. રાજધાની દિલ્લીમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્થિતિ પર છે. આ સ્થિતિ આવતા 2થી 3 દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. દિલ્લીમાં ગઇકાલે એર ક્વોલિટી ઇન્ડેક્ષ એક હજાર અને નોઇડા ગાઝિયાબાદમાં 1500 સુધી પહોંચી ગયો હતો. 

    પ્રદૂષણની સ્થિતિને જોતા નોઇડા, દિલ્લી અને ગાઝિયાબાદની સ્કૂલને 5 નવેમ્બર સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પાડોશી રાજ્યોમાં પરાલી સળગાવવાથી દિલ્લીનું પ્રદૂષણ વધી રહ્યું છે. પ્રદૂષણના વધતા જતાં સ્તરના કારણે દિલ્લી સરકારે લોકોને સવારે અને મોડી સાંજે શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તેમજ વધુમાં વધુ સાર્વજનિક વાહનનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરાઇ છે. દિલ્લીમાં વાયુ પ્રદુષણ પર કાબૂ મેળવવા માટે આજથી ઓડ ઇવન નિયમ લાગૂ થઇ રહ્યો છે. પ્રદૂષણના કારણે ગઇકાલે વિઝિબિલિટી ઓછી થઇ જતાં પાંચ ફલાઇટસ ડાયવર્ટ કરાઇ હતી તો કેટલીક ફ્લાઇટસ રદ્દ કરાઇ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply