વાયુ પ્રદૂષણને પહોંચી વળવા દિલ્હીમાં યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક
Live TV
-
પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ ડો. પીકે મિશ્રાએ યોજી બેઠક
દિલ્લી એનસીઆર હાલ જીવલેણ વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ ડો. પીકે મિશ્રાએ કાલે દિલ્લી પંજાબ અને હરિયાણાના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરિય બેઠક યોજી હતી. બેઠકમાં બાંધકામની પ્રવૃતિ, કચરો સળગાવવાની તેમજ વાહનોથી ઉત્પન્ન પ્રદૂષણની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
હાલની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તેમજ રાજ્યના મુખ્ય સચિવોને પણ આ સ્થિતિ અંગે સભાન રહેવા જણાવાયું છે. કેન્દ્રમાં પ્રતિકૂળ વાતાવરણના કારણે પાડોશી રાજ્યોને પણ વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સહયોગ આપવા માટે અપીલ કરાઈ છે. વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે દિલ્લીમાં 300 ટીમને તૈનાત કરાઈ છે.
