દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ટ્રાફિક એડવાઈઝરી જારી
Live TV
-
દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ટ્રાફિક એડવાઈઝરી જારી: 6 મુખ્ય મેટ્રો સ્ટેશનો બંધ, રૂટ ડાયવર્ટ કરાયા
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે વિશેષ એડવાઈઝરી જારી કરી છે. સ્થિતિની અનુકૂળતા મુજબ સવારે ૬ વાગ્યાથી અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવી શકે છે. પ્રભાવિત વિસ્તારોમાં ટ્રાફિક જામની શક્યતા હોવાથી નાગરિકોને પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી જ કરવા સલાહ આપવામાં આવી છે.
6 મુખ્ય મેટ્રો સ્ટેશનો પર પ્રતિબંધ
સુરક્ષા કારણોસર દિલ્હી મેટ્રોના 6 મુખ્ય સ્ટેશનો પર આજે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બંધ રહેનારા સ્ટેશનોમાં પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, કેન્દ્રીય સચિવાલય અને બારાખંભા રોડ સામેલ છે.આ તમામ બંધ રહેલા સ્ટેશનો પર મુસાફરો માટે મેટ્રો બદલવાની (ઇન્ટરચેન્જ) સુવિધા ચાલુ રહેશે, જેથી કરીને પ્રવાસીઓને વધુ મુશ્કેલી ન પડે. સુરક્ષા એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જરૂરિયાત મુજબ આગામી અપડેટ્સ શેર કરવામાં આવશે
