Skip to main content
Settings Settings for Dark

દેશના અનેક રાજ્યોમાં બદલાયો હવામાનનો મિજાજ

Live TV

X
  • દેશના અનેક રાજ્યોમાં બદલાયો હવામાનનો મિજાજ: દિલ્હીમાં વહેલી સવારે વરસાદ, અનેક રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની આગાહી

    દિલ્હી-NCR સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ અચાનક બદલાયો છે. આજે સવારે રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આવતીકાલ સુધી ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે.

    ઉત્તરથી લઈને દક્ષિણ સુધી વરસાદી માહોલ

    દિલ્હી ઉપરાંત હરિયાણા, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આજે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા છે, જેમાં તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને કેરળમાં આજનું હવામાન વરસાદી રહેશે. ખાસ કરીને આંધ્ર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી તોફાની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

    ચોમાસાની વિદાય અંગે મોટા સમાચાર

    એક તરફ અનેક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગે ચોમાસાની વિદાય અંગે પણ અપડેટ આપ્યું છે. આગામી ૨૪ કલાક દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની દેશમાંથી વિદાય લેવા માટેની સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જેના કારણે ટૂંક સમયમાં જ ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના વિસ્તારોમાંથી ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply