Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં સ્થિતિ સામાન્ય થતાં CBSE બોર્ડની પરીક્ષાઓ નિર્ધારીત સમય પર યોજાશે

Live TV

X
  • રાજધાની દિલ્હીમાં હિંસાગ્રસ્તવિસ્તારોમાં સ્થિતિ હાલ સામાન્ય. ઉત્તર-પૂર્વિ દિલ્હીમાં સીબીએસઈની ધોરણ-10 અને 12ની પરિક્ષાઓ નો નિર્ધારીત સમય અનુસાર જ થશે પ્રારંભ. નોંધનીય છે કે, ઉત્તર-પૂર્વી દિલ્હીના તમામ વિસ્તારોમાં જનજીવન થાળે પડી રહ્યુ છે. ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા મામલે પોલીસે 120થી વધુ ફરિયાદ નોધી છે અને 600થી વધુ લોકોની અટકાયત કરી છે.તો હિંસા પ્રભાવિત વિસ્તારોમાં લોકોએ તેમની દુકાનો ખોલી છે, અને માર્ગો પર વાહનોની અવરજવર શરૂ થઈ છે. જેમા ઓટો અને ઈ-રિક્ષાનુ પરિવહન પણ શરૂ થયુ છે. તો પોલીસ અને CRPFના જવાનોએ શુક્રવારે મસ્જિદોમાં જુમ્માની નમાઝને પગલે સખ્ત ચોક્સાઈ રાખતા જોવા મળ્યા હતા, આ દરમિયાન દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે સ્થિતિની સમીક્ષા માટે મૌજપુર, જાફરાબાદ અને ગોકુલપુરીમાં હિંસાપ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરી હતી, અને સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. અને લોકોને શાંતિ અને સૌહાર્દ બનાવી રાખવાની અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply