Skip to main content
Settings Settings for Dark

દિલ્હી અનાજ મંડી અગ્નિકાંડમાં પોલીસે માલિક-મેનેજરની કરી ધરપકડ 

Live TV

X
  • દિલ્હી પોલીસે રવિવારે અનાજ મંડીમાં લાગેલી ભીષણ આગ મામલે ઈમારતના માલિક રિહાન અને તેના મેનેજર ફુરકાનની ધરપકડ કરી છે.

    બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 304 અને કલમ 285 હેઠળ આગ લાગવા મામલે બેદરકારી રાખવા અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

    આ કલમમાં દોષી સાબિત થનારને આજીવન કારાવાસ કે 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. ગઇકાલે બનેલી આ દુર્ઘટનામાં 43 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોટાભાગનાનુ મૃત્યુ ગુંગળામણને કારણે થયુ હતુ. દિલ્હી સરકારે સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે અને સાત દિવસની અંદર રિપોર્ટ માગ્યો છે. 

    દિલ્હી સરકારે મૃતકોના પરિજનોને 10,10 લાખ રૂપિયા એમને ઘાયલોને 1,1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ પણ પ્રધાનમંત્રી રાહતકોષમાંથી મૃતકોના પરિજનોને બે-બે લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા માટે 50,000 રૂપિયા સહાય રાશિ આપવાની જાહેરાત કરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply