ઝારખંડઃ PM મોદીની હજારી બાગમાં તો રાહુલ ગાંધીની રાંચીમાં ચૂંટણી જનસભા
Live TV
-
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે હવે બાકી રહેલા ત્રણ ચરણ માટે પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો તેમના પક્ષોના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી રેલી અને જનસભાઓ કરી રહ્યા છે.
જે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હઝારી બાગના બરહી અને બોકારોમાં ચૂંટણી સભા સંબોધતાં જણાવ્યું કે, સ્થિરતા અને વિકાસ માટે કર્ણાટકની જનતાએ ભાજપ પર વિશ્વાસ મુક્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આજે હઝારી બાગના બડકા ગામમાં ચૂંટણીસભા સંબોધી હતી.
બીજી તરફ ઝારખંડની સૈસઈ વિધાન સભા ક્ષેત્રના મતદાન કેન્દ્ર , સંખ્યા 36 પર આજે ફરીથી મતદાન યોજાયું છે. 5 ચરણોમાં થનારા મતદાનના બીજા ચરણના મતદાન દરમિયાન શનિવારે થયેલી એક હિંસક ઘટના બાદ ત્યાં મતદાન રોકી દેવામાં આવ્યુ હતુ.
