પૂના DIG-IG ત્રિદિવસીય સંમેલનમાં PMનું સંબોધન, પોલીસની કામગીરીના કર્યાં વખાણ
Live TV
-
પૂનામાં આયોજિત રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો અને મહાનિરીક્ષકોની ત્રણ દિવસીય સંમેલનના સમાપન સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહિલા સુરક્ષાની દિશામાં પ્રભાવી પુલિસિંગની ભૂમિકા પર ભાર આપ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂનામાં આયોજિત ડીજીપી અને આઈજીની ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને સત્રને સંબોધિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીઓને વિશિષ્ઠ સેવા બદલ રાષ્ટ્રપતિ પોલીસ પદકથી સન્માનિત પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ દેશમાં શાંતિ વ્યવસ્થા બનાવીને રાખવા માટે પોલીસ દ્વારા થતી કામગીરીની પ્રશંસા કરતા કહ્યું કે, આપણે પોલીસના પરિવારના યોગદાનને ભૂલીશું નહીં, જેઓ તેમના પાછળ સતત ઉભા રહ્યા છે.
