Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિક્તા સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યુ

Live TV

X
  • આ બિલ દેશના લઘુમતિ સમુદાયની વિરોધમાં ન હોવાનું જણાવતા ગૃહમંત્રી અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિક્તા સંશોધન બિલ લોકસભામાં રજૂ કર્યુ હતુ..લોકસભામાં નાગરિક્તા સંશોધન વિધેયક 2019 બિલ પર ચર્ચા થઈ.... અમિત શાહે કહ્યું હતું કે આ બિલના આવવાથી લઘુમતીઓને અસર નહીં થાય. આ બિલ લઘુમતીઓ વિરુદ્ધ નથી. આ વિધેયકનો ઉદ્દેશ્ય નક્કી કરાયેલી શ્રેણીઓમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓને છુટ આપવા માટે વર્તમાન કાયદામાં સંશોધન કરવાનો છે.. આ વિધેયક દ્વારા નાગરિક્તા સંશોધન અધિનિયમ 1955માં સંશોધન કરવામાં આવશે.. જેમા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના 6 સમુદાયના ગેરકાયદે પ્રવાસીઓ ભારતીય નાગરિક્તાને પાત્ર બની શકશે.. જેમાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઈસાઈનો સમાવેશ થાય છે.. આ વિધેયકમાં એ 6 ધર્મોના શરણાર્થીઓની નાગરિક્તા માટે 11 વર્ષની સમય મર્યાદા ઘટાડી 6 વર્ષ કરવાની જોગવાઈ છે.. આ વિધેયક આવા શરણાર્થીઓને ગેરકાયદે પ્રવાસી ગણાવાયા બાદ તેમના વિરુદ્ધ ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહીમાંથી પણ છુટ આપશે... આ સંશોધન, અસમ, મેઘાલય. મિઝોરમ અને ત્રિપુરાના જનજાતિય ક્ષેત્રો અને ટેનર લાઈન પરમિટને આધિન આવનારા ક્ષેત્રો પર લાગુ નહીં થાય..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply