દિલ્હી: ઇઝરાયલી દૂતાવાસ પાસે બ્લાસ્ટ, ફોરેન્સિક એક્સપર્ટની ટીમ ઘટનાસ્થળે
Live TV
-
દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ પાસે બ્લાસ્ટની ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસનાં જણાવ્યા પ્રમાણે ઇઝરાયલી દૂતાવાસથી થોડે દૂર આ બ્લાસ્ટ થયો હતો. ઓછી તીવ્રતાવાળા બ્લાસ્ટના કારણે કેટલીક કારનાં કાચ તૂટી ગયા. સદનસીબે કોઇ જાનહાનિ ન થઇ હોવાનું દિલ્લી પોલીસે જણાવ્યું. દિલ્હી પોલીસે હાલ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી નાંખી છે. ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પણ ઘટનાસ્થળે છે. જો કે બ્લાસ્ટ કઇ રીતે થયો તેની કોઇ માહિતી હજુ સામે આવી નથી.
