Skip to main content
Settings Settings for Dark

2021-22માં GDP માં 11 ટકાની વૃદ્ધિનું અનુમાન

Live TV

X
  • ભારતીય અર્થવ્યવસ્થા આગામી બે વર્ષમાં સૌથી ઝડપી વિકસતી આર્થિક વ્યવસ્થા બનશે. કોરોનાનાં કપરાકાળમાં ભારતે આર્થિક નહીં પરંતુ માનવીય મૂલ્યો જાળવી રાખીને કોરોનાનાં સમયમાં પણ પરિસ્થિતિને હંફાવીને વિકાસની દિશામાં આગેકૂચ કરી છે. આર્થિક સર્વેમાં સરકારે આજે જણાવ્યું કે દેશમાં વી શેઇપનાં મોડ્યુલમાં વિકાસ થયો છે. નવી દિલ્લીમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે વીજળીની માંગ, માલનું પરિવહન, ઇ-વે બિલ, G.S.T. જેવી બાબતોમાં તેજી આવતા આ વી શેઇપનો સુધારો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું કે લોકડાઉન બાદ જેમ જેમ અર્થવ્યવસ્થા પાટે ચઢી ત્યારે તુરત સરકારે આત્મનિર્ભર ભારતનાં અભિયાન દ્વારા આર્થિક સમર્થન માટે પગલાં લેવાની શરૂઆત કરી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આરોગ્ય સેવામાં થોડોક પણ ખર્ચ વધારે કરીએ તો તેના ઉત્તમ પરિણામ જોવા મળે છે. 

    કે.વી. સુબ્રમણિયમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોવિડ-19 યોદ્ધાઓને સમર્પિત આ સર્વેક્ષણ દેશનું પ્રથમ ડિજીટલ સર્વેક્ષણ છે. આર્થિક સર્વેક્ષણ 2020-21 માટે સત્તાવાર એપ લોન્ચ કરવામાં આવી હતી. સર્વેક્ષણમાં ઘણા મહત્વનાં મુદ્દાઓ હતા તે પૈકી સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી બાબતો એ છે કે વર્ષ 2020-21 દરમિયાન 15 સંરચનાત્મક ક્ષેત્રમાં સુધારા આવ્યા છે. આ સર્વેક્ષણમાં વરતારો કરવામાં આવ્યો છે કે G.D.P. નો વૃદ્ધિ દર 11 ટકા રહેશે. જ્યારે ખેતીવાડીમાં 3.4 ટકાના દરે તો ઉદ્યોગજગતમાં 9.6 ટકાના તેમજ સેવાક્ષેત્રમાં 8. 8 ટકાના ઘટાડાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply