આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 73મી પુણ્યતિથિ
Live TV
-
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. 30 મી જાન્યુઆરી 1948માં બાપુનું નિધન થયું હતું.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. 30 મી જાન્યુઆરી 1948માં બાપુનું નિધન થયું હતું. આજે ભારત દેશ જ નહીં, પરંતુ આખી દુનિયા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીને નમન કરી રહી છે. મહાત્મા ગાંધીની પુણ્યતિથિને દેશમાં શહીદી દિન તરીકે ઉજવવામાં આવે છે. બાપુએ વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ ચિંધ્યો હતો. બાપુ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો દુનિયામાં આજે પણ જીવીત છે. રાષ્ટ્ર ગાંધીજીને ભાવભીની શ્રદ્ધાંજલી આપી રહ્યું છે.
