દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ઓલ ઈન્ડિયા રેડિયો ખાતે પ્રતિષ્ઠિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ વ્યાખ્યાન આપ્યું
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયો ખાતે પ્રતિષ્ઠિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ લેક્ચર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે વિશ્વના દેશો ભારતને સાંભળવા અને તેના વિચારોનું સન્માન કરવા માંગે છે અને સમગ્ર વિશ્વ ભારતના યુવાનોની કુશળતા અને પ્રતિભાને ઓળખે છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આફ્રિકન યુનિયનને ભારતની અધ્યક્ષતામાં G-20નું સભ્યપદ મળ્યું, જે વિશ્વમાં ભારતની વધતી વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાનું પરિણામ છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, એક દાયકા પહેલા ભારતીય અર્થવ્યવસ્થાની ગણતરી પાંચ નાજુક અર્થવ્યવસ્થાઓમાં થતી હતી, પરંતુ આજે તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તેમણે કહ્યું કે 140 કરોડ દેશવાસીઓની મહેનત અને કાર્યદક્ષ નેતૃત્વના કારણે દેશે આ સિદ્ધિ હાંસલ કરી છે. ઉપરાષ્ટ્રપતિએ હાઇલાઇટ કર્યું હતું કે, ભારત ચંદ્રના દક્ષિણ છેડે પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, દેશે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ મેળવી છે.
ડો. રાજેન્દ્ર પ્રસાદ સ્મારક વ્યાખ્યાન ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદની યાદમાં આયોજિત કરવામાં આવે છે, જેઓ સાદગીના પ્રતિક, પ્રખ્યાત વિદ્વાન અને મહાન સ્વપ્નદ્રષ્ટા હતા અને જેમના મનમાં ભારત અને ભારતીયતા હતા.
