દિલ્હી-ઉર્જા અને પર્યાવરણ પડકાર અને અવસર વિષય પર આંતરરાષ્ટ્રીય સેમીનાર
Live TV
-
રાષ્ટ્રપતિએ સેમિનારને ખુલ્લો મૂક્યો
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉર્જા અને પર્યાવરણ પડકાર અને અવસર વિષય પર આયોજીત આંતરરાષ્ટ્રીય સેમીનારને ખુલ્લો મુક્યો હતો. ત્રિદિવસીય ચાલનારા આ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પર્યાવરણ અને જલવાયુ પરિવર્તનમંત્રી ડો.હર્ષવર્ધન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પારંપરીક ઉર્જાના ઉપયોગ પર વધું ધ્યાન આપવા પર ભાર મુક્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે ભારત દેશવાસીઓને સસ્તા દરે ઉર્જા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. પર્યાવરણ અને જલવાયું પરિવર્તનમંત્રી ડો. હર્ષવર્ધને આ પ્રસંગે એક પ્રદર્શનીનું ઉદ્ધાટન કરતા જણાવ્યું હતું કે ભારત જલવાયું પરિવર્તનને રોકવાના લક્ષ્યોને સમય પહેલા જ મેળવી લેવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
