દિલ્હી ખાતે યોજાઇ ભાજપાની એક મહત્વની બેઠક, ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીએ લીધે ભાગ..
Live TV
-
આજે દિલ્હી ખાતે ભાજપાની એક મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. આ બેઠકમાં ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી ભાગ લેશે. આ બેઠકને પીએમ નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સંબોધન કરશે. બેઠકના ઉદ્દઘાટન સત્રમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સંબોધન કરશે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી સમાપન સત્રને સંબોધન કરશે. આ બેઠકમાં સંગઠનાત્મક તૈયારીઓ મહત્વાકાંક્ષી કેન્દ્રિય યોજનાઓ એક રાષ્ટ્ર એક ચૂંટણી 10 કરોડ ગરીબ પરિવારોને સ્વાસ્થ્ય ઉપલબ્ધ કરાવવા તેમજ લોકસભા ચૂંટણી જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. બેઠકમાં ભાજપના 14 મુખ્યમંત્રી છે, જેમાં ,ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર રાજ્યોમાં, પાર્ટીના ઉપમુખ્યમંત્રી છે. બેઠકમાં મુખ્યત્વે સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં 120 સીટો પર નવી રણનીતિ બનાવવા માટેની સંભાવના છે..