બોલીવુડની મશહુર અભિનેત્રી શ્રીદેવીનું પાર્થિવ શરીર રાજકીય સન્માન સાથે પંચમહાભુતમાં વિલીન
Live TV
-
બોલીવુડની મશહુર અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં કરવામાં આવશે. શ્રીદેવીના અંતિમ દર્શન માટે મુંબઇના વીલેપાર્લ સ્થિત સેલીબ્રેશન સ્પોર્ટસ ક્લબ ખાતે પાર્થિવદેહ રાખવામાં આવ્યો હતો. આ પહેલા શ્રીદેવીના પાર્થિવ શરીરને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અંતિમયાત્રા યોજાઇ હતી. શ્રીદેવીના મૃતદેહને નવોઢાની જેમ શણગારવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ફિલ્મી હસ્તીઓ તેમજ ચાહકોનો જમાવડો જોવા મળ્યો હતો. દુબઇ પોલીસની અનુમતિ પછી સુપ્રસિદ્ધ અભિનેત્રીનો પાર્થિવ દેહ દુબઇથી એક ખાનગી વિમાનમાં મંગળવારે મોડી રાત્રે મુંબઇ લાવવામાં આવ્યો હતો. મંગળવારે દુબઇ સરકારે મોત સંબંધિત શંકા-કુશંકા મામલે તપાસ કરી શ્રીદેવીના પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. દુબઇના પબ્લિક પ્રોશીક્યુશનની ઓફિસ દ્વારા શ્રીદેવીના મોતના સંબંધિત કેસને બંધ કરવામાં આવ્યો હતો.