Skip to main content
Settings Settings for Dark

દિલ્હી ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા

Live TV

X
  • દિલ્હી ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કર્યા. તેમણે 'યમુના મૈયા કી જય' ના નારા સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું અને કહ્યું કે, દિલ્હી આપ-દાથી મુક્ત થઈ છે.અમે વિકાસ કરી વિજયનું ઋણ ચૂકવીશું.દિલ્હીના લોકોએ ડબલ એન્જિન સરકાર પસંદ કરી છે, જેના કારણે રાજધાની ઝડપથી વિકાસ કરશે. તેમણે આ જીતને ભાજપની સુશાસન નીતિ અને વિકાસ મોડેલની સ્વીકૃતિ તરીકે વર્ણવી. તેમણે કહ્યું કે, ભાજપની પ્રાથમિકતા હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું કલ્યાણ રહી છે. મેટ્રો, એરપોર્ટ, શહેરી વિકાસ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આયુષ્માન ભારત જેવી યોજનાઓનો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે. તેમણે મહિલાઓના સમર્થનને ભાજપની સૌથી મોટી ઢાલ ગણાવી અને કહ્યું કે સરકારે દરેક રાજ્યમાં મહિલા શક્તિ માટે આપેલા વચનો પૂર્ણ કર્યા છે. તેમણે દિલ્હીની માતાઓ અને બહેનોને ખાતરી આપી કે ભાજપ તેના તમામ વચનો પૂરા કરશે. જણાવી દઈએ કે,  આમ આદમી પાર્ટીને હરાવીને ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પાછી આવી છે. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપે ૪૮ બેઠકો જીતી છે. આમ આદમી પાર્ટીએ 22 બેઠકો જીતી છે. કૉંગ્રેસ સતત ત્રીજી વખત દિલ્હીમાં જીતનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply