દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી જસીર વાનીએ વકીલોને મળવા NIA કોર્ટ પાસે પરવાનગી માંગી
Live TV
-
પટિયાલા હાઉસ કોર્ટે જસીર બિલાલ વાનીને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો હતો. જસીર વાનીએ આતંકવાદી ડૉ. ઉમર નબી સાથે મળીને હુમલાનું કાવતરું ઘડ્યું.
દિલ્હી બ્લાસ્ટને અંજામ આપનાર આતંકવાદી ડૉ. ઉમર મુહમ્મદના સહયોગી જસીર બિલાલ વાનીએ NIA કોર્ટમાં અરજી દાખલ કરીને એજન્સીના મુખ્યાલયમાં તેના વકીલોને મળવાની પરવાનગી માંગી છે, તેવી સુત્રોમાંથી માહિતી મળી છે. NIAએ જસીર બિલાલ વાનીને આતંકવાદી ડૉ. ઉમરનો સક્રિય સહ-કાવતરાખોર ગણાવ્યો છે. તેની 17 નવેમ્બરના રોજ શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે જસીર બિલાલ વાનીને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલ્યો હતો
18 નવેમ્બરના રોજ, પટિયાલા હાઉસ કોર્ટે જસીર બિલાલ વાનીને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. NIAએ દિલ્હી બોમ્બ બ્લાસ્ટના સંદર્ભમાં વાનીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં 13 લોકોના મોત થયા હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે આતંકવાદી હુમલો કરવા માટે કથિત રીતે ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. ઘાતક કાર બોમ્બ બ્લાસ્ટ પહેલા તે ડ્રોનમાં ફેરફાર કરવા અને રોકેટ બનાવવાના પ્રયાસમાં સામેલ હોવાનું કહેવાય છે.
જસીર વાનીએ આતંકવાદી ડૉ. ઉમર નબી સાથે મળીને હુમલાનું કાવતરું ઘડ્યું
આરોપી જસીર વાનીએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કાઝીગુંડનો રહેવાસી છે, આતંકવાદી ડૉ. ઉમર મુહમ્મદ નબી સાથે મળીને આતંકવાદી હુમલાનું આયોજન અને અમલ કરતો હતો. NIA હુમલા પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે અનેક ખૂણાથી બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહી છે.
જૈશ-એ-મોહમ્મદના એક કાર્યકર્તાએ આરોપીઓને બોમ્બ બનાવતા શીખવ્યું હતું
દરમિયાન, પોલીસે 10 નવેમ્બરના રોજ દિલ્હીના પ્રખ્યાત લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં જૈશ-એ-મોહમ્મદને સફળતાપૂર્વક જોડ્યું છે. પોલીસે શોધી કાઢ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદના એક કાર્યકર્તાએ આરોપીઓને બોમ્બ કેવી રીતે બનાવવો તે શીખવ્યું હતું.
આરોપીઓ 200 બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા
બીજો એક મોટો ખુલાસો એ છે કે, આરોપીઓ 200 બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જે દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગોમાં એકસાથે વિસ્ફોટ કરવાના હતા. યોજના ઉત્તર ભારતીય રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની હતી અને આ માટે, ISIએ ફરીદાબાદ મોડ્યુલનો ભાગ રહેલા આરોપીઓને તાલીમ આપવા માટે જૈશ-એ-મોહમ્મદના એક ઓપરેટિવની પસંદગી કરી હતી. અધિકારીઓએ આતંકવાદી મોડ્યુલની તપાસ વધુ તીવ્ર બનાવી છે.
