દિલ્હી સંસદ ભવન પરિસરમાં બાબા સાહેબની પ્રતિમા પાસે 68મા મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
Live TV
-
દિલ્હીના સંસદ ભવન પરિસરમાં બાબા સાહેબની પ્રતિમા પાસે 68મા મહાપરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમબિરલા સહિત મહાનુભવોએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે બૌદ્ધ સાધુઓ દ્વારા બૌદ્ધ મંત્રોનું પઠન પણ કરવામાં આવ્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગીત અને નાટક વિભાગના કલાકારોના જૂથ દ્વારા બાબા સાહેબને સમર્પિત ગીતો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં ડૉ. આંબેડકર ફાઉન્ડેશન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
