Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રાલય અને મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા CPR પર રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

Live TV

X
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા આજે કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન - CPR પર રાષ્ટ્રવ્યાપી જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે હૃદયરોગના હુમલાના કિસ્સામાં મદદ કરવા માટે દર્દીને છાતીમાં સંકોચન અને કૃત્રિમ શ્વસન - CPR માં તાલીમ આપવાના મહત્વનો ઉલ્લેખ કર્યો.

    મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હૃદય હુમલાના કિસ્સામાં તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવા અંગે જાગૃતિ વધારવાનો છે.

    તેમણે કહ્યું હતું કે, જો કાર્ડિયાક અરેસ્ટના દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલા યોગ્ય સમયે યોગ્ય પ્રાથમિક સારવાર મળી જાય તો ઘણા લોકોના જીવ બચાવી શકાય છે. વધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરમાં 20 લાખથી વધુ સહભાગીઓએ CPRની તાલીમ મેળવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply