કેપ્ટન ગીતિકા કૌલ સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બન્યા
Live TV
-
ભારતીય સેનામાં મહિલાઓની વધતી ભાગીદારીનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું છે. કેપ્ટન ગીતિકા કૌલ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં તૈનાત થનાર પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બન્યા છે. પહેલીવાર ભારતીય સેનાએ સિયાચીનમાં મહિલા મેડિકલ ઓફિસરને તૈનાત કરી છે. સિયાચીન જેવા અત્યંત દુર્ગમ સ્થાનો પર મહિલા અધિકારીઓની નિમણૂક સેના સહિત ભારતીય મહિલાઓના અતૂટ સંકલ્પને દર્શાવે છે.
કેપ્ટન ગીતિકા કૌલ ભારતીય સેનાની સ્નો લેપર્ડ બ્રિગેડ સાથે જોડાયેલ છે. તેમણે સિયાચીન બેટલ સ્કૂલમાં તેમની તાલીમ પૂર્ણ કરી. જે બાદ તેમને સિયાચીનમાં તૈનાત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, સિયાચીન જેવા દુર્ગમ વિસ્તારમાં તૈનાત કરતા પહેલા, સિયાચીન બેટલ સ્કૂલમાં મુશ્કેલ તાલીમ લેવી પડે છે અને તે પછી જ આવા મુશ્કેલ વિસ્તારમાં પોસ્ટિંગ આપવામાં આવે છે.
