દિલ્હી: G-20 શિખર સંમેલનની સુરક્ષાના કડક વ્યવસ્થાના ભાગરુપે દિલ્હી પોલીસ આજે કરશે ફુલ ડ્રેસ રિહર્સલ
Live TV
-
દિલ્હીમાં યોજાનારી જી-20 શિખર સંમેલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. સુરક્ષા વ્યવસ્થાને લઇને આજે અને આવતી કાલે વીઆઇપી કાફલાની કાર સાથે દિલ્હી પોલીસ દ્વારા ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. રિહર્સલને પગલે દિલ્હીના કેટલાક રસ્તાઓ પર પરિવહન માટે પ્રતિબંધ લાગુ કરાશે.
આ ઉપરાંત ડીટીસી અને ક્લસ્ટર બસના રૂટને ડાયવર્ટ કરવામાં આવશે. દક્ષિણ દિલ્હીના કેટલાક માર્ગો પર પણ અસર જોવા મળશે. આ અંગે દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જાહેર કરીને જનતાને રિહર્સલ દરમિયાન મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી છે. સવારે 8.30 થી બપોરે 12 વાગ્યા સુધી રિહર્સલ ચાલશે.
મહત્વનું છે કે આઠ થી 10 સપ્ટેમ્બર જી 20 સમિટ યોજાશે. કોન્ફરન્સમાં ભાગ લેવા આવતા વિદેશી મહેમાનો માટે એરપોર્ટથી હોટલ અને હોટેલથી સ્થળ સુધી જતા રસ્તાઓ પર સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ નજીક આવશ્યક વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.
