રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના હેઠળની સંપત્તિ રૂ. 10 લાખ કરોડથી વધુ થઈ
Live TV
-
રાષ્ટ્રીય પેન્શન યોજના - NPS અને અટલ પેન્શન યોજના - APY ના સંચાલન હેઠળની સંપત્તિ 10 ટ્રિલિયન એટલે કે 10 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી - PFRDA એ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં NPS અને APYના 6 કરોડ 62 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.
NPS 1લી મે 2009 થી દરેક ભારતીય નાગરિક માટે સ્વૈચ્છિક ધોરણે ઉપલબ્ધ છે. અટલ પેન્શન યોજના 1લી જૂન 2015 ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તેના દ્વારા સામાજિક સુરક્ષા કાર્યક્રમો પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.
પેન્શન અને નિવૃત્તિ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, PFRDA દર વર્ષે 1લી ઓક્ટોબરે રાષ્ટ્રીય પેન્શન યોજના દિવસનું આયોજન કરે છે. આ પહેલ ભારતીય નાગરિકોને નિવૃત્તિ પછી નાણાકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ વર્ષે, NPS દિવસના અવસર પર, PFRDA એક મહિના લાંબી ડિજિટલ મીડિયા અને પ્રચાર પહેલ શરૂ કરવાની યોજના ધરાવે છે.
