Skip to main content
Settings Settings for Dark

'દિવ્યાંગ બસ પાસ'ને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે મળ્યું બહુમાન

Live TV

X
  • 'દિવ્યાંગ બસ પાસ'ને ડિજિલોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે મળ્યું બહુમાન

    પ્રધાનમંત્રીના 'ડિજિટલ ઇન્ડિયા' વિઝન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નાગરિકો માટે 'ઈઝ ઓફ લિવિંગ' વધારવાની દિશામાં ગુજરાત સરકારે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના 'દિવ્યાંગ બસ પાસ'ને ડિજિલોકર સાથે જોડવાની અભિનવ પહેલ બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવવંતુ બહુમાન પ્રાપ્ત થયું છે.

    હવે મોબાઈલ દ્વારા ડિજિલોકરનો પાસ ગણાશે માન્ય

    આ મહત્વપૂર્ણ ડિજિટલ પહેલના અમલીકરણથી હવે એસ.ટી. (ST) બસમાં મુસાફરી કરતી વખતે દિવ્યાંગ વ્યક્તિઓએ અગાઉની જેમ ભૌતિક પાસ સાથે રાખવાની જરૂર રહેશે નહીં. મુસાફરો હવે પોતાના મોબાઈલ ફોન દ્વારા ડિજિલોકરમાં ઉપલબ્ધ પાસ બતાવી શકશે, જે એસ.ટી. બસોમાં સંપૂર્ણપણે માન્ય ગણવામાં આવશે.

    રાજ્યમાં 4.42 લાખથી વધુ પાસ ઇશ્યૂ કરાયા

    ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગજનોની સુખાકારી અને સશક્તિકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4.42 લાખથી વધુ દિવ્યાંગ બસ પાસ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. આ પાસના માધ્યમથી દિવ્યાંગજનો એસ.ટી. બસોમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મેળવી રહ્યા છે. આ ડિજિટલ વ્યવસ્થાથી દિવ્યાંગ નાગરિકોની મુસાફરી વધુ સરળ, પારદર્શક અને ઝંઝટમુક્ત બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply