Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં મેઘરાજાનું જોર યથાવત: આસામ-મેઘાલયમાં રેડ એલર્ટ

Live TV

X
  • દેશભરમાં મેઘરાજાનું જોર યથાવત: આસામ-મેઘાલયમાં રેડ એલર્ટ

    દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી દિવસોમાં દેશના અનેક ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. વરસાદની આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ચેતવણી જારી કરી છે.

    આસામ અને મેઘાલયમાં રેડ એલર્ટ

    ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું જોર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ ઉપરાંત ઉત્તરપૂર્વીય ભારતના અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

    આંધ્રપ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

    તટીય વિસ્તારોની વાત કરીએ તો, આગામી ૩ દિવસ સુધી તટીય આંધ્રપ્રદેશમાં ગાજવીજ સાથે વાવાઝોડા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

    આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી

    દેશના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પૂર્વી રાજસ્થાન અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, કોંકણ, ગોવા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, કેરળ, માહે અને ઉત્તરપૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. લક્ષદ્વીપ, ઉત્તરીય આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
apply