દૂર સંચાર મંત્રી મનોજ સિંહાએ સરકારની ઉપલબ્ધિઓ લોકો સમક્ષ મુકી
Live TV
-
સરકારે એક લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ સેવા પહોંચાડવામાં સફળતા મેળવી: મનોજ સિંહા
દૂર સંચાર મંત્રી મનોજ સિંહાએ સરકારની ચાર વર્ષની ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું, કે દૂરસંચાર મંત્રાલયે બ્રોડબેન્ડની મદદથી દેશના એક વિસ્તારને બીજા વિસ્તાર સાથે જોડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. સરકારે એક લાખથી વધુ ગ્રામ પંચાયતોમાં બ્રોડબેન્ડ સેવા પહોંચાડવામાં સફળતા મેળવી છે. માર્ચ 2019 સુધીમાં બાકીની દોઢ લાખ ગ્રામ પંચાયતો સુધી બ્રોડ બેન્ડ સેવાઓ પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે.
ભારે ઉદ્યોગ મંત્રી અનંત ગિતેએ પણ ચાર વર્ષમાં તેમના મંત્રાલયે મેળવેલી સિદ્ધિની વાત મીડિયા સમક્ષ કરી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા સુધારવાની દિશામાં મંત્રાલયે કરેલા કાર્યની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઈલેક્ટ્રીક વાહનો પર ભાર મૂકાઈ રહ્યો છે.
