Skip to main content
Settings Settings for Dark

દેશના ઓક્સિજન સપ્લાયમાં રેલવે અગ્રેસરઃ અત્યારસુધીમાં 11,800 મેટ્રિકટન ઓક્સિજનનો પુરવઠો પુરો પાડ્યો

Live TV

X
  • દેશભરમાં ઓક્સિજન સપ્લાયની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રેલવે તંત્ર તે કામગીરીમાં મોટી ભૂમિકા નિભાવી રહ્યું છે.

    દેશભરમાં ઓક્સિજન સપ્લાયની કામગીરીમાં રેલવેએ અત્યારસુધીમાં 727 ટેન્કરની મદદથી 11 હજાર 800 મેટ્રિકટન ઓક્સિજનનો પુરવઠો પુરો પાડ્યો છે. 

    કોરોનાની બીજી લહેરમાં દેશના રાજ્યોને ઓક્સિજન સપ્લાય માટે રેલ્વે દ્વારા ખાસ ઓક્સિજન એક્સપ્રેસની સેવા ચાલુ કરાઈ હતી જેમાં અંદાજે 196 ઓક્સિજન એક્સપ્રેસ પોતાની યાત્રા પુરી કરી ચુક્યા છે. 13 જેટલા રાજ્યોને ઓક્સિજનનો પુરવઠો પુરો પાડવામાં આવ્યો છે. તેમાં ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ,  રાજસ્થાન, હરિયાણા, તેલંગાણા, પંજાબ, કેરળ, દિલ્હી અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. 

    ભારતીય વાયુસેના પણ ઓક્સિજન સપ્લાયના કામે લાગેલી છે. વાયુસેનાનું વિમાન ક્રાયોજેનિક કન્ટેનર લેવા બેંગકોક પહોંચ્યું છે. દવાઓ ઉપલબ્ધ રહે તેની પણ તકેદારી રખાઇ રહી છે. રેમડેસિવિરના ઉત્પાદન અને ટોસિલિજુમાન ઇન્જેક્શનની આયાતને મોટાપાયે વધારવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply