Skip to main content
Settings Settings for Dark

દેશમાં અત્યાર સુધી 19 કરોડ કોરોના રસીના ડોઝ અપાયાઃ 18 થી 44 વર્ષના વયજૂથના 64 લાખ લોકોને રસી અપાઈ

Live TV

X
  • દેશભરમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. અત્યારસુધીમાં 19 કરોડ જેટલા વેકેસિનના ડોઝ અપાઇ ચુક્યા છે. 18 થી 44 વર્ષના વયજૂથના 64 લાખથી વધુ લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 20 કરોડથી વધુ વેક્સિન ડોઝ વિનામુલ્યે પુરા પાડવામાં આવ્યા છે.

    દેશભરમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. અત્યારસુધીમાં 19 કરોડ જેટલા વેકેસિનના ડોઝ અપાઇ ચુક્યા છે. 18 થી 44 વર્ષના વયજૂથના 64 લાખથી વધુ લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 20 કરોડથી વધુ વેક્સિન ડોઝ વિનામુલ્યે પુરા પાડવામાં આવ્યા છે. 

    કોવિડ સંક્રમણની સંખ્યા દેશમાં સતત ઘટી રહી છે. દેશમાં વીતેલા 24 કલાકમાં સંક્રમણના કુલ 2.76 લાખ નવા  કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 3.69 લાખથી વધુ  લોકો સારવાર લઇને સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ 31.29 લાખથી વધુ સક્રીય કેસ છે. દેશનો રીકવરી રેટ વધીને 86.74  ટકા થયો છે. 24 કલાકમાં 3874 મૃત્યુ નોંધાયા છે. દેશનો કોરોના પોઝિટિવિટી દર પણ ઘટીને 12.66 ટકા થઇ ગયો છે.

    વેક્સિન નેશનલ એક્સપર્ટ ગ્રુપે કરેલી ભલામણોનો આરોગ્ય મંત્રાલયે સ્વીકાર કર્યો છે. તે મુજબ કોરોના સંક્રમણથી સાજા થયેલા દર્દીએ સાજા થયાના ત્રણ મહિના પછી વેક્સિન લેવાની રહેશે. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા પછી જો વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ જાય તો પણ સાજા થયા પછી ત્રણ મહિને જ બીજો ડોઝ લેવાનો રહેશે. બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ પણ વેક્સિન લગાવી શકે છે. ગર્ભવતી મહિલાને કોરોના વેક્સિન આપવી કે નહીં તે મુદ્દે હજી વિચારણા ચાલી રહી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply